[go: nahoru, domu]

લખાણ પર જાઓ

સી. રાજગોપાલાચારી

વિકિપીડિયામાંથી
Ashok modhvadia (ચર્ચા | યોગદાન) (Ashok modhvadia એ દિશાનિર્દેશન છોડ્યા વગર પાના સી રાજગોપાલાચારીને સી. રાજગોપાલાચારી પર વાળ્યું: યોગ્...) દ્વારા ૧૬:૧૭, ૨૭ ઓગસ્ટ ૨૦૧૭ સુધીમાં કરવામાં આવેલાં ફેરફારો
ચક્રવર્તી રાજગોપાલાચારી

ચક્રવર્તી રાજગોપાલાચારી (૧૦ ડિસેમ્બર ૧૮૭૮ – ૨૫ ડિસેમ્બર ૧૯૭૨), જેઓ ’રાજાજી’ નામે પણ જાણીતા હતા, તેઓ ભારતના સ્વતંત્રતા સેનાની, રાજપુરૂષ, લેખક અને વકીલ હતા. તેઓ ભારતના છેલ્લા ગવર્નર જનરલ હતા. તેઓએ કોંગ્રેસનાં નેતા, મદ્રાસ પ્રેસિડેન્સીના વડા, મદ્રાસના મુખ્યમંત્રી, ભારતના ગૃહમંત્રી અને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે પણ સેવાઓ આપી હતી. તેઓએ ’સ્વતંત્ર પાર્ટી’ નામે પક્ષ પણ રચ્યો હતો અને ભારત રત્ન સન્માન પ્રાપ્ત કરનાર પ્રથમ લોકોમાંના એક હતા.

રાજગોપાલાચારીનો જન્મ ત્યારની મદ્રાસ પ્રેસિડેન્સીના સાલેમ જિલ્લાના (જે હવે તામિલ નાડુ રાજ્યનો કૃષ્ણાગિરિ જિલ્લો છે) થોરાપલ્લી ગામે થયો હતો. તેઓએ સેન્ટ્રલ કોલેજ બેંગાલુરૂ અને પ્રેસિડેન્સ કોલેજ મદ્રાસમાં અભ્યાસ કર્યો. સને:૧૯૦૦માં તેમણે વકિલાત શરૂ કરી. રાજકારણમાં પ્રવેશતાં, પ્રથમ સાલેમ નગરપાલિકાનાં સભ્ય અને પછી પ્રમુખ બન્યા. તેઓ કોંગ્રેસમાં જોડાયા અને ’રોલેટ એક્ટ’, ’અસહકારની ચળવળ’, ’વાઈકોમ સત્યાગ્રહ’ અને ’સવિનય કાનૂનભંગની ચળવળ’માં ભાગ લીધો.

તેઓએ ૨૧ જૂન ૧૯૪૮થી ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ સુધી ભારતનાં ગવર્નર જનરલ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. ૧૯૫૫નાં ગણતંત્ર દિન પર તેમને ભારતનાં ઉચ્ચત્તમ નાગરીક સન્માન ભારત રત્નથી સન્માનવામાં આવ્યા.