[go: nahoru, domu]

લખાણ પર જાઓ

હીરણ નદી

વિકિપીડિયામાંથી
Ashok modhvadia (ચર્ચા | યોગદાન) (તળાજા > તાલાલા (સાચું સ્થાન)) દ્વારા ૧૬:૦૪, ૨૭ ઓગસ્ટ ૨૦૧૭ સુધીમાં કરવામાં આવેલાં ફેરફારો

હીરણ નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યમાં આવેલી નદી છે.[] આ નદીનું ઉદ્ગમ સ્થાન ગીરના જંગલમાં આવેલી સાસણ ટેકરીઓમાં છે. તેની મહત્તમ લંબાઇ ૪૦ કિમી છે. નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર ૫૧૮ ચોરસ કિમી છે. તેની મુખ્ય સહાયક નદીઓમાં સરસ્વતી નદી અને અંબાખોઇ ધારાનો સમાવેશ થાય છે. અસંખ્ય ફાંટાઓ હોવાને કારણે આ નદી મોટાભાગે તાલાલા પાસે વિલિન થઇ જાય છે. હીરણ નદીની આસપાસ જૈવિક વૈવિધ્ય અને માનવ વસવાટ વિકસ્યો છે. કમલેશ્વર બંધ (હીરણ-૧)[] અને ઉમરેઠી બંધ[] આ નદી પર આવેલા મુખ્ય બંધો છે. આ નદી ગીરના પશ્ચિમ ભાગમાં વહે છે અને સમગ્ર વર્ષ દરમિયાન તે પર્યાવરણ માટે પાણીનો મુખ્ય સ્ત્રોત બની રહે છે.

સંદર્ભ

  1. "હીરણ નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મેળવેલ ૮ ડિસેમ્બર ૨૦૧૫. CS1 maint: discouraged parameter (link)
  2. "હિરણ-૧ જળાશય યોજના". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મેળવેલ ૮ ડિસેમ્બર ૨૦૧૫. CS1 maint: discouraged parameter (link)
  3. "હિરણ-૨ જળાશય યોજના". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મેળવેલ ૮ ડિસેમ્બર ૨૦૧૫. CS1 maint: discouraged parameter (link)