[go: nahoru, domu]

લખાણ પર જાઓ

દાદા ખાચર

વિકિપીડિયામાંથી

દાદા ખાચર ‍(૧૮૦૦ - ૧૮૫૨) ભગવાન સ્વામિનારાયણના ભકત અને ભાવનગર રાજ્યની નીચે ગઢડા તાલુકાના દરબાર હતા.[][]

તેમના પિતા એભલ ખાચર અને માતા સોમદેવી હતા. જન્મ સમયે તેમનું નામ ઉત્તમસિંહ પાડવામાં આવ્યું. તેઓ દાદા ખાચર તરીકે જાણીતા થયા હતા. તેમનું સંપૂર્ણ કુટુંબ સ્વામીનારાયણ સંપ્રદાયનું અનુયાયી હતું.

મહા સુદ ૧૧ સંવત ૧૮૬૧ (૧૦ ફેબ્રુઆરી ૧૮૦૫) ના રોજ સહજાનંદ સ્વામી ગઢડા પધાર્યા પછી એભલ ખાચરના આગ્રહ અને દાદા ખાચરના ભકિત ભાવને વશ થઇને તેમને ત્યાં સત્સંગનું કેન્દ્ર બનાવીને ૨૮ વર્ષ રહયા હતા. તેમનો દરબાર ગઢ હજુ ગઢપુરમાં ઉપલબ્ધ છે અને ત્યાં સ્વામિનારાયણનું મોટું મંદિર આવેલું સ્વામિનારાયણ સંપ્રદાયમાં આજે પણ તેમને ભગવાન સ્વામિનારાયણનાં શ્રેષ્ઠ ભક્ત તરીકે યાદ કરવામાં આવે છે.

સવંત ૧૯૦૯ ‍(૧૮૫૨) માં દાદા ખાચરનું અવસાન થયું હતું.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Kirin Narayan (૧૯૯૨). Storytellers, Saints and Scoundrels. Motilal Banarsidass Publ. પૃષ્ઠ ૧૪૧. ISBN 81-208-1002-3. મેળવેલ ૮ મે ૨૦૦૯.
  2. "દાદા ખાચર ભકતાખ્યાન સાંભળવા ઉમટતા હરિભકતો". દિવ્ય ભાસ્કર. ૧૪ મે ૨૦૧૫. મેળવેલ ૧૬ નવેમ્બર ૨૦૧૬.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]